History | LALPAR PATIDAR SOCIAL GROUP
લાલપર ગામ નો ઇતિહાસ

લાલપર ગામ ની સ્થાપના પોષ સુદ ૯ (નવ) ગુરુવાર ને તારીખ ૧૪/૦૧/૧૮૮૬ મકરસંક્રાંતિ ના રોજ કરવામાં આવેલ છે.

ભૂમિ પૂજન ના યજમાન શ્રી વિલપરા લાધાભાઈ આંબાભાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ શાસ્ત્રી તરીકે શ્રી જાની મહાશંકર ભવાનીશંકર (બોઘાભાઈ) રહ્યા હતા.

લાલપર ગામ ના વિલપરા પરિવાર ના વડવા શ્રી આંબાબાપા (કમાબાપા) વિલપરા મોરબી ના નવાગામ થી આવીને લાલપર ગામ ની સ્થાપના કરેલ. તેમના દીકરા લાધાભાઈ ની સાથે આદ્રોજા પરિવારના તે પણ મોરબી ના નવાગામ ના લાધાબાપા ના મામા મેઘજીબાપા ના ચાર દીકરા પરબતબાપા, ખીમાબાપા, વશરામબાપા અને કારાબાપા તેમની સાથે આવેલ હતા અને મોરબી સ્ટેટ દ્વારા ભડિયાદ, જાંબુડિયા અને ત્રાજપર ગામની ૨૭૦૦ વીઘા જમીન કાપી લાલપર ગામ બનાવવાની પરવાનગી આપી.

ત્યારબાદ બગથળા ગામથી લાધાબાપા વિલપરાના સાઢુભાઈ કરશનબાપા વાસદડીયા જેના બે દીકરા પરસોતમબાપા અને સવજીબાપાપરિવાર સાથે લાલપર ગામે રહેવા આવેલ.

ત્યારબાદ નાની વાવડી ગામના લક્ષ્મણબાપા પડસુંબીયા જે લાધાબાપા વિલપરા અને કરશનબાપા વાસદડીયા ના સાળા થાઈ તે લક્ષ્મણબાપા પડસુંબીયા ના દીકરા તરસીબાપા તેમના પરિવાર સાથે લાલપર ગામમાં રહેવા આવેલ.

ત્યારબાદ મોરબી તાલુકા ના ઘુનડા ગામ ના નથુબાપા ડઢાણિયા ના ત્રણ દીકરા જેરાજબાપા, જીવરાજબાપા અને લક્ષ્મણબાપા તેમના પરિવાર સાથે લાલપર ગામમાં રહેવા આવેલ.

ત્યારબાદ જેપુર ગામના જીવરાજબાપા દલસાણિયા ના દીકરા ધરમશીબાપા તેમના પરિવાર સાથે લાલપર ગામમાં રહેવા આવેલ.

ત્યારબાદ રાજકોટ ના બાજુ નું ગઢકા ગામ થી રુડાબાપા જેતપરિયા ના ત્રણ દીકરા ખીમજીબાપા, લવજીબાપા અને ભાણાબાપા તેમના પરિવાર સાથે લાલપર ગામમાં રહેવા આવેલ.

લાલપર ગામ માં ૧૯૭૨ અને ૧૯૭૩ માં ૪૦૦ માણસોની વસ્તી ધરાવતું ગામ હતું.